ઉત્તરાયણ વિશેષ:દોરીથી કપાયેલા પક્ષીને કપડાથી વીંટીને પકડવું, મોટી ચાંચ વાળા પક્ષીને પકડતી વખતે ચામડાના મોજા અને આંખ પર ચશ્મા પહેરવા

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના વેટરનરી તબીબ પ્રતિક પંચાલ એ ઘાયલ પક્ષી મળે તો શું કરવું તે સમજાવ્યું

ડો. પ્રતીક પંચાલ
લોકોમાં જાગૃતિ આવે માટે શાળા કોલેજોમાં જઈ બાળકોને પક્ષી બચાવો અભિયાન અંગેની માહિતી પાલનપુરના વેટેનરી તબીબ પ્રતિક પંચાલે આપી છે. ઘાયલ પક્ષી મળે ત્યારે આ સાવચેતી રાખવી જોઈએ. જેમાં ઘાયલ પક્ષી મળતા તરત જ તેની તરફ દોડી જવું નહીં કે તેની ઉપર પાણી છાંટવું નહીં. આમ કરવાથી તે શોકમાં આવી શકે છે.

પક્ષીને એકદમ હળવા હાથથી સાવચેતી રાખી કપડા અથવા ટુવાલ થી વીંટીને પકડવું અથવા હાથમાં ડિસ્પોઝેબલ મોજા રાખવા.મોટા લાંબી ચાંચ વાળા તથા નખવાળા પક્ષીઓને પકડતી વખતે હાથમાં ચામડાના મોજા તથા આંખો પર ચશ્મા પહેરવા. નાના બાળકોએ આવા પક્ષી થી દૂર રહેવું, ઘાયલ પક્ષીને ઉપર તરફથી બંને પાંખોની ઉપરથી ધીરેથી પાંખો બંધ રહે તે રીતે હળવું દબાણ આપી સાવચેતીથી શ્વાસ લઈ શકે તે રીતે પકડવું, ઘાયલ પક્ષી ઉપર દોરી વીંટળાયેલી હોય તો તેને ખેંચવી નહીં આમ કરતાં પક્ષી ને વધુ ઇજા થઈ શકે છે, જો લોહી વહી રહ્યું હોય તો રૂ વડે ઘા પર હળવેથી દબાણપૂર્વક લોહી બંધ ના થાય ત્યાં સુધી દબાવી રાખવું.

તથા ઘા ઉપર હળદર અથવા બીજું કોઈ એન્ટિસેફ્ટીક દવા ડોક્ટરના માર્ગદર્શન સિવાય લગાવવી નહીં, સારવાર કેન્દ્ર પર મોકલવા તેનાથી થોડા મોટા શ્વાસ લઈ શકે તે રીતના પૂઠાના બોક્સ અથવા બાસ્કેટમાં લઈ જવું. લોકો જાગૃત બને અને વધુમાં વધુ પક્ષીઓના જીવ બચાવી શકાય. અમે એવી આશા રાખીએ છીએ કે પાલનપુરની જનતા હજુ જાગૃત બને અને તેઓ પશુ પક્ષીને પણ પોતાના બાળકની જેમ ઘણી તેના દુ:ખદર્દને પોતાનો દુ:ખ સમજી અને તેની સારવાર કરાવે. મારા કામને ગુજરાત સરકારે ધ્યાનમાં લઇ સન્માન પણ કરાયું છે.

કારકિર્દી દરમિયાન આ કિસ્સા યાદગાર રહ્યા
2020ના કેમ્પમાં બાજ આવેલો તેની સતત 15 દિવસ સારવાર કરી હતી. ગ્રેટ કોરમોરરન્ટ પક્ષી વનવિભાગની ટીમ અમીરગઢથી લાવી હતી તેની બંને પાંખ કપાઈ ગઈ હતી જેનું ઓપરેશન કરી 10 દિવસ ડ્રેસિંગ કરી સારવાર કરી હતી તે માત્ર માછલી અને ઈંડા જ ખાતું હતું. જીવદયાના કામમાં માછલીનો ખોરાક આપવો એ મને ખચકાટ થતો હતો છતાં અમારા સ્વયમ સેવકોએ તેને તેનો ખોરાક આપ્યો હતો. પક્ષી બચાઓ અભિયાનમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું અને કીર્તિસ્તંભ પાસે ઝાડ પડી જતા 100થી વધુ પોપટ મરી ગયા હતા અને અસંખ્ય ઘાયલ થયા હતા તે ઘટનામાં પણ પેટ ફાઉન્ડેશનની ટીમે શકય તેટલી સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...