CCTVમાં કેદ ચોરીની ઘટના:વાવના ટડાવ ગામમાં તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું, શીતળા માતાજીના મંદિરમાંથી દાગીના અને રોકડની ચોરી

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાવના તડાવ ગામના શીતળા માતાજીના મંદિરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં રહેલી મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાં અને દાનપેટીમાંથી રૂપિયાની કરી ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના તડાવ ગામમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલી મૂર્તિઓને પહેરાવેલા ઘરેણા અને દાન પેટીમાંથી રૂપિયાની ચોરી કરી હતી. જેમાં મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. બનાવની જાણ સ્થાનિકોએ વાવ પોલીસની કરી હતી તો વાવ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...