કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં 7 કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTPCH 2090 અને ANTIGEN 750 સેમ્પલ લેતા 7 પોઝિટિવ કેસ આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. આજે 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે. આજે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2840 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે જેમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30 છે. જિલ્લામાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ના 2090 ANTIGEN 750 એમ કુલ 2840 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી બે તાલુકામાં છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધાનેરામાં 01 પાલનપુરમાં 01 ભાભરમાં 02 કાંકરેજમાં 02, દાંતામાં 01કેશ નોંધાયા છે. જેમાં જિલ્લા માંથી બે લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે

અન્ય સમાચારો પણ છે...