અકસ્માતમાં મોત મળ્યું:ડીસાના કુચાવાડા પાસે કાર અને રિક્ષા ધડાકાભેર સામસામે ટકરાઇ, એકનું મોત નીપજ્યું

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું મોત, ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યાં
  • ડીસા તાલુકા પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી
  • ​​​​​​​મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ

ડીસાના કુચાવાડા રોડ પર આજે શુક્રવારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કાર અને રિક્ષા સામ-સામે ટકરાયાં હતાં. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પાસે આવેલા કુચાવાડા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર અને રિક્ષા સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રિક્ષામાં બેઠેલા યુવકનું ઘટના સ્થળે મોત

વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...