ખાતમુહૂર્ત:પાલનપુરમાં બસપોર્ટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

પાલનપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીપીપી મોડલમાં રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ તૈયાર
 • મુખ્યમંત્રી વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે.વી.સબ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કરશે
 • સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાલનપુર બસ પોર્ટનું લોકાર્પણ ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે. મુખ્યમંત્રીને સાંભળવા માટે પાસપોર્ટમાં જેમણે દુકાનો બુકિંગ કરાવી છે તેવા, એસટી વિભાગનો સમગ્ર સ્ટાફ, શહેરની સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પાર્ટીના કાર્યકરો સીએમને સાંભળવા આવશે. જોકે કાર્યક્રમ વહેલો હોવાથી કેટલીક શ્રોતાઓને લાવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. સીએમના આગમન પૂર્વે બુધવારે સમગ્ર તંત્રે બસ પોર્ટની મુલાકાત લઈ સ્થિતિ ચકાસી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે "પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં મુસાફરલક્ષી સુવિધાઓમાં ટિકીટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજીટલ ડિસપ્લે સાથેની આવામગનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઇન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન-રેસ્ટોરન્ટ, ડોરમેટરી અને ક્લોક રૂમની વ્યવસ્થા બનાવાઇ છે.

વાણિજ્યિક સુવિધાઓમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, પ્લાઝા, વ્યાવસાયિક ઓફિસો અને શો- રૂમ, બજેટ હોટલ, સિનેમા હોલ, ગેમઝોન વિગેરની વ્યવસ્થા એક જ સ્થળ પર ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સરળતા રહેશે.

નવા બનાવેલા બસ પોર્ટની હાઈલાઇટ

 • ​​​​​​​સમગ્ર જમીન વિસ્તાર 29,742 ચો.મી.
 • એલાઇટીંગ, બોર્ડિગ પ્લેેટફોર્મ 25 ચો.મી.,
 • પેસેન્જર કોન્કર્સ વિસ્તાર- 2242 ચો.મી.,
 • કોમન વેઇટિંગ રૂમ- 100 ચો.મી., લેડીઝ
 • વેઇટિંગ રૂમ-50 ચો.મી., શોપ, રેસ્ટોરન્ટ અને કિયોસ્ક- 925 ચો.મી.,
 • ક્લોક રૂમ-25 ચો.મી., ઇન્કવાયરી, રિઝર્વેશન અને ટિકીટીંગ, પેસેન્જર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન- 150 ચો.મી., વહીવટી ઓફિસ- 50 ચો.મી., રેસ્ટરૂમ અને ડોરમેટરી- 200 ચો.મી.,
 • સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને સ્ટાફ ડિસ્પેન્સરી- 70 ચો.મી. તથા એસ.ટી. વિભાગીય કચેરી 70 ચો.મી.
 • વર્ગ- 1 માટે 1, વર્ગ- 2 માટે 11 અને વર્ગ-3 માટે 140ની બેઠક વ્યવસ્થાવાળી કચેરી
 • એસ.ટી.ના કર્મચારીઓને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર
 • પાર્કિંગ 28 હજાર ચો.મી.
અન્ય સમાચારો પણ છે...