બ્રિજ નિર્માણ:લક્ષ્મીપુરા ફાટક પર બ્રિજ બનશે, 3915 ચો.મી.જગ્યા સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજના નિર્માણમાં અનેક મકાનો તૂટશે, પાલનપુર જમીન દફતર કચેરી દ્વારા સર્વે કરી જેમની મિલકતો કપાતમાં જાય છે તેવા 20 સર્વે નંબરની યાદી જાહેર

પાલનપુરની લક્ષ્મીપુરા રેલવે ફાટક ખુલ્લી મૂકી દેવામાં આવી છે. હવે તેની પર ઓવરબ્રિજ બનાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણમાં કેટલાક મકાનો તૂટશે જે મકાનોને નુકસાન થશે તેમને વળતર પણ આપવામાં આવશે. પાલનપુર જમીન દફતર કચેરી દ્વારા સર્વે કરી જેમની મિલકતો કપાતમાં જાય છે તેવા 20 સર્વે નંબરની યાદી હાલમાં જાહેર કરાઈ છે કુલ 3915 ચોરસમીટર જગ્યા સંપાદિત કરવા પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

લક્ષ્મીપુરા ગામને અડીને રેલવે ટ્રેક આવેલો છે જેની ડેડીકેટેડ ફ્રેઈથ કોરીડોર હેઠળ નવું ટ્રેક બનાવી કાયમ માટે ફાટક બંધ કરવામાં આવનાર છે અને તેની ઉપર નવો ઓવરબ્રિજ બનશે. અગાઉ ફાટક બંધ કરતાં વિવાદ સર્જાયો હતો અને આંદોલન બાદ ફાટક ફરી ખોલવામાં આવી છે જોકે હવે બ્રિજ બનાવવા માટે જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનઃ વસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નેશનલ હાઈવે સ્ટેટ ના સૂત્રોએ જણાવ્યું હતું કે" હાલ સેક્સન 10 હેઠળ કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે 21 દિવસમાં વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે જે બાદ સેક્શન 11 તૈયાર થશે અને એમાં ચિત્ર સ્પષ્ટ તૈયાર થઈ જશે જે બાદ માર્કિંગની કાર્યવાહી કરાશે."રાજ્યના મહેસુલ વિભાગ એ જાહેર કરેલા પત્રમાં જણાવ્યા મુજબ જગ્યા સંપાદન કરવા માટેની પ્રથમ જાહેરાત કરવામાં આવી છે. જુદા જુદા 20 સર્વે નંબરમાં 39 15 ચોરસ મીટર જગ્યા ઓવરબ્રિજ નિર્માણની હદમાં આવે છે. અધિનિયમની કલમ 10 એ હેઠળ જાહેર હિતમાં રેલ્વે ઓવરબ્રિજના બાંધકામ માટે સંપાદિત કરવી પડે એમ છે.

અન્ય સમાચારો પણ છે...