જીવદયામાં રોષ:દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં રસાણા ગામ પાસે કચરા અને ગંદકીના લીધે કેનાલ બ્લોક થઈ જતા ગાયો ફસાઈ જતા મોત

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ડીસા હાઇવે પર દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં રસણા ગામ પાસે કચરા અને ગંદકીના કારણે બ્લોક થતા છ ગાય ફસાવાથી ત્રણ ગાયના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં કચરામાં ફસાયેલી ગાયોને જોતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા ગાયના મોતને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે. જેમાં દાંતીવાડા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પાલનપુર ડીસા હાઈવે ઉપર દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી રસાણા ગામ પાસે કચરા અને ગંદકીના લીધે કેનાલ બ્લોક થઈ જતા છ જેટલી ગાયો ફસાઈ ગઈ હતી જેમાં 3 જેવી ગાયોના મોત નિપજ્યા છે ગાયો કેનાલમાં ફસાયેલ જોતા સ્થાનિક લોકોના ટોળાં એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ ગંદકી અને કચરાના ફસાયેલી બચી ગયેલી ગાયોને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે દાંતીવાડા બ્રાન્ચ કેનાલની સફાઈ ન થવાથી ગાય ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે.આ બેદરકારીના કારણે ત્રણ જેટલી ગાયના મોત પણ થયા છે જેમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...