પોલીસે જીવ બચાવ્યો:ઘરેથી કંટાળી મધરાતે મહિલા બનાસકાંઠાના કોતરવાડાની કેનાલ પર આત્મહત્યા કરવા પહોંચી, કુદકો મારે તે પહેલાં પોલીસે અટકાવી

બનાસકાંઠા (પાલનપુર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલાના પરિવારજનોને બોલાવીને સમજાવટ કરી

બનાસકાંઠા એલસીબી પોલીસની સરાહનીય કામગરી સામે આવી છે. પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગ હતો એ દરમિયાન કોતરવાડા ગામની કેનાલ પર ઘરેથી કંટાળીને આપઘાત કરવા આવેલી એક મહિલાને સમજાવી તેના ઘરે પરત મોકલી જીવ બચાવ્યો હતો.

ગામ લોકોએ પોલીસની કામગીરી બિરદાવી
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોતરવાડા ગામની કેનાલ પાસે રાત્રિના સમયે એક મહિલા જતી હોવાનું જાણાતા એલસીબી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ તેમજ હેડ કોસ્ટેબલ ઓખાભાઈ નારણભાઈએ મહિલાને પૂછતાં પોતે કંટાળી આત્મહત્યા કરવા કેનાલમાં પડવા જતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મહિલાને શાંત પાડી સમજાવી તેના પરિવારના સભ્યોને બોલાવી ઘરે પરત મોકલી મહિલાનો જીવ બચાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ તેમજ જિલ્લાનાવાસીઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...