નવો કીમિયો નિષ્ફળ:બુટલેગરે અલ્ટો ગાડીના સીએનજી કીટના બાટલામાં દારૂ સંતાડ્યો, ધાનેરા પાસેથી પોલીસે ઝડપી લીધો

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 47 હાજરનો દારૂ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી

બુટલેગરોએ દારૂની હેરાફેરીમાં નવા કીમિયા આજમાવી રહ્યા છે, તો પોલીસે દારૂ પણ આવા બુટલેગરોને ઝડપી પાડવા કટીબદ્ધ છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અલ્ટો ગાડીમાં સીએનજી કીટના બાટલામાં દારૂ સંતાડી અવતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાટલામાંથી 47 હજારનો દારૂ ઝડપી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે કુલ મુદ્દામાલ સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગાડીમાં ગેસના બાટલામાં ગોરખ ખાનુ બનાવ્યું
ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ સતર્ક બની છે. બનાસકાંઠા એલસીબી પોલીસે બુટલેગર દારૂ ગુજરાતમાં ઘૂસાડવાનો કીમિયો નિષ્ફળ કર્યો છે. બનાસકાંઠા એલસીબી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલી કે, અલ્ટો ગાડીમાં ગેસના બાટલામાં ગોરખ ખાનુ બનાવી દારૂ સંતાડીને ધાનેરા આવનાર છે. જે બાતમી હકીકતના આધારે (GJ-01-HG-269) નંબરની અલ્ટો ગાડી રોકાવી તપાસ કરતાં અલ્ટો ગાડીની સીએનજી કીટના લગાવેલા બાટલામાંથી 47 હાજરથી વધુનો દારૂ એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો હતો. કુલ મુદ્દામાલ પોલીસે કબજે લઇ ધાનેરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...