શંકાસ્પદ મોત:બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, શરીર પર ઈજાના નિશાન

બનાસકાંઠા (પાલનપુર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના મૃતદેહનો અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ હાઇવે પર એક ખેતરમાં યુવકની લાશ મળી આવતા યુવકના મોત અંગે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે બનાવની જાણ પોલીસને થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજે લઇ અમીરગઢ સિવિલ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં પ્રવેશતા જ હાઇવે ઉપર આવેલ પાણીની ટાંકી પાસે એક ખેતરમાં યુવકની લાશ પડી હોવાની સૂચના પોલીસને મળતાં ઇકબાલગઢ પોલીસ ત્યાં પોહચી હતી અને ખેતરમાં જમીન તરફ મોઢું કરેલ લાશ નો કબજો લઈ મરણજનાર યુવકની લાશનું પંચનામુ કરી તેને પી એમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રો માં લઇ જવામાં આવી હતી. સોશીયલ મીડિયા અને અન્ય માહિતીથી મરણજનાર યુવકની ઓળખાણ કરવાનો પ્રયાસ કરતા આખરે તેના વારસદારો મળી આવ્યા હતા. મરનાર આશાસ્પદ યુવક વીરમપુરનો જાણવા મળતા પોલીસની જાણના આધારે યુવકનો પરિવાર અમીરગઢ દવાખાનામાં આવેલ હતો અને તેઓએ પોતાના દીકરાની ઓળખ આપતાં તેઓને પી એમ બાદ લાશને સોંપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...