હડતાળ:બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝની હડતાળ બનાસકાંઠાની તમામ ક્વોરીઓ બંધ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવોરી સંચાલકોના પડતર પ્રશ્નો નહીં સ્વીકારાતાં હડતાળ પર ઉતરી ગયા

અમીરગઢ, દાંતા તાલુકા વિસ્તારના બ્લેક સ્ટોન કવોરી ઈન્ડસ્ટ્રી સંચાલકો 1 મે થી પડતર પ્રશ્નો ન સ્વીકારાતા હડતાળ પર ઉતરી ગયા છે.દાંતા ભેમાળ અને વિરમપુર ક્વોરી એસો. સાથે સંકળાયેલી કવોરીઓના માલિકો હડતાળ ઉપર ઉતરેલા છે. જેમાં સરકારની રોજની રોયલ્ટીની આવક બંઘ થઈ છે. ક્વોરી માલિકોએ જણાવ્યું હતું કે "સરકારમાં ખાડા માપણી, રોયલ્ટી ક્વોરીઝોન સહિતની જુદી જુદી માગણીઓ પેન્ડિંગ છે જેને લઇ હડતાલ પર ઉતર્યા છીએ." ભેમાળ કવોરી એસોસિયેશનમાં આવતા તમામ એકમોમાં ફરજ બજાવતા તમામ સ્ટાફને રજા આપી દેવાઇ છે.

આ ઉપરાંત 1500 મજુર 1500ડ્રાઇવર અને 2000 થી 2500 ટ્રક કામ કરતી બંધ થઇ છે. ભેમાળમાં કામ કરતા શ્રમિકોએ જણાવ્યું હતું કે "કવોરીમાં કામ કરતા મશીન ઓપરેટરો, ડ્રાઈવરો, પ્લાન્ટમાં કામ કરતા અમારા જેવા મજૂરો, ડ્રાઈવર ઓપરેટરો કુલ મળી 5 હજાર માણસોની રોજગારી ઉપર અસર થઈ હશે. કવોરી ઉદ્યોગ વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર ધરાવે છે.

11 વર્ષથી સરકાર માગણી સ્વીકારતી નથી
ક્વોરી સંચાલકોએ 17 પૈકી સાત મુખ્ય માંગણી સરકાર સામે મૂકી છે. છેલ્લા 11 વર્ષથી માંગણીઓનો નિકાલ નહીં થતાં ગત 1 એપ્રિલે જિલ્લામાં આવેદન આપ્યું હતું. છતાં કોઈ નિકાલ નહીં થતાં 1, મેથી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા મજુરો હાલ બેકાર બની ગયા છે.> ઘેમરભાઈ પ્રમુખ, ભેમાળ ક્વોરી એસોસિએશન

ક્વોરી સંચાલકોની માગણીઓ
1. ખાડાની માપણી બાબત
2. ખાનગી માલિકીની જમીનમાં ક્વોલીની લીઝો હરાજી વિના આપવા બાબત
3. ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત
4. ઈ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત
5. ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવા બાબત
6. ખનીજની રૂ. 350 છે તે ખરેખર રૂ.50 થાય છે તે ફેરફાર કરવા બાબત
7. મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા બાબત .

કેટલીક માગણીઓને લઈને નિર્ણય બાકી
ક્વોરી સંચાલકો તેમના પ્રશ્નોને લઈને સરકાર સાથે મંત્રણા કરી રહ્યા છે. કેટલીક માંગણીઓ તેમની સંતોષાઈ છે જોકે, કેટલીક પર હજી નિર્ણય લેવાયો નથી જેના કારણે રાજ્યના ક્વોરી એસોસિએશનની સુચનાથી સ્થાનિક ક્વોરી સંચાલકોએ 1 તારીખથી કામગીરી અટકાવી દીધી છે. ભૂસ્તર વિભાગ (પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...