વ્યાજખોરો સામે ફરિયાદ:બ.કાં. માં વધુ આઠ વ્યાજખોરો સામે ફરિયાદ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરતાં આઠ વ્યાજખોરો સામે પાલનપુર, ડીસા, દાંતા, લાખણીના વ્યકિતઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાખણીના કુડાના દિનેશભાઈ રણછોડભાઈ સોલંકીએ જીપ પરની બેંક લોનનો હપ્તો ભરવા માટે મિત્ર જયંતીજી ડાયાજી ઠાકોર (રહે.દામા, તા.ડીસા) પાસેથી10 ટકા વ્યાજે રૂપિયા 35,000 વ્યાજે લીધા હતા. તેના બદલામાં પત્નીના ખાતાનો ચેક આપ્યો હતો. જે પછી દિનેશભાઇએ રૂ. 1,05,000 આપી દઇ હિસાબ પુર્ણ કરી દીધો હતો. જોકે તે પછી જયંતીજી ઠાકોરે ચેક બેંક એકાઉન્ટમાં ભરી તેને બાઉન્સ કરાવી તેમના વિરુદ્ધમાં ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ અંગે દિનેશભાઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર તાલુકાના વેડંચા ગામે ડ્રાયવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં તેજમલજી કેશાજી વેડંચિયા (ઠાકોર)એ પોતાનો દિકરો બિમાર પડતાં મડાણા ગઢ ગામના વતની ગોવિંદસિંહ પાસેથી પાંચ ટકા વ્યાજે રૂપિયા 25,000 લીધા હતા. અને બે માસના સમયગાળા પછી ગોવિંદસિંહને મૂડીના 15 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે, તે પછી નાણાંની સગવડ ન થતાં તેજમલજીનું બાઇક લઇ લીધુ હતુ.

દાંતાના નાગેલ (મોરીયા) ગામે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ઇમરાનભાઇ જીવાભાઇ આગલોડીયાએ મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના રાણપુર (ચેલાણા)ના ખેમરાજભાઇ કાંતિલાલ બારોટ અને નિલેશકુમાર રતિલાલ બારોટ પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 5,00,000 લીધા હતા. જેની અવેજીમાં 6 કોરા ચેક આપ્યા હતા. જે પછી અલગ અલગ સમયે રૂપિયા 8 લાખ, રૂપિયા 4.50 લાખ ચુકવ્યા હતા. તેમ છતાં પાંચ લાખ બાકી હોવાનું કહી ચેક બેંકમાં નાંખી ધમકી આપતા હતા. ડીસા તાલુકાના દામાના રમેશભાઇ બાબુજી સુથારે બોર બનાવવા, સામાજીક કાર્યો માટે લાખણી તાલુકાના જાકોલના ભુરાભાઇ ડાહ્યાભાઇ રબારી અને મોટા કાપરાના અમીતભાઇ મગનભાઇ રબારી પાસેથી 5 ટકાના દરે રૂપિયા 14,00,000 લીધા હતા. જેમાં ધાક ધમકી આપી 10 ટકાના દરે રૂપિયા 6,22,000 વસુલ્યા હતા. જોકે, તે પછી નાણાં ચૂકવવામાં વિલંબ થતાં રૂપિયા 98,00,000ની માંગણી કરી હતી.

મૃત પતિના મિત્રએ વ્યવસાયમાં વિશ્વાસઘાત કર્યો
ડીસાના દિપાબેન તેમનાપતિ સંતોષકુમાર પરમારનું તા. 22/12/2020ના રોજ ખુન થયા પછી પતિના મિત્ર વાસણા ગોળીયાના સતીષકુમાર તારાજી ગેલોત માળીને રૂપિયા 5,06,373 આપી ભાગીદારી કરાર કરી સીસીટીવી કેમેરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. સતીષકુમાર પાસેથી લીધેલો રૂપિયા 5,06,373નો ચેક બેંકમાં નાંખતા રીટન થયો હતો. માંગણી કરી હોવા છતાં ન આપી, દુકાનનો સામાન ખસેડી દઇ વિશ્વાસઘાત કર્યો હતો.

ડીસાના સમશેરપુરામાં બાઇક પડાવી લીધંુ
ડીસાના સમશેરપુરા સીમમાં રહેતા પ્રકાશભાઇ લીલાભાઇ દેસાઇએ ડીસાના જોરાપુરાના ધનાજી શાંતીજી ઠાકોર પાસેથી 5 ટકાના દરે રૂપિયા 1,50,000 લીધા હતા. તેના મુડી તેમજ વ્યાજ સાથે રૂપિયા 2,20,000 ચૂકવી દીધા હતા. તેમ છતાં ધનાજી ઠાકોર પેનલ્ટી સાથે રૂપિયા 50,000ની માંગણી કરી બાઇક લઇ લીધુ હતુ. આ અંગે પ્રકાશભાઇએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...