મિશન ઈલેકશન:પાલનપુર મોરિયા ગામે બનાસ મેડિકલ કોલેજમાં કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ભાજપની ઉત્તર ઝોનની બેઠક મળી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા

પાલનપુરના મોરિયા ગામે આવેલી બનાસ મેડીકલ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઉત્તર ઝોન ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના મોરિયા ગામે આવેલી બનાસ મેડીકલ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઉત્તર ઝોન ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઉત્તર ઝોન સહિત કચ્છ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ બનાવી છે. બપોરે 11:30 આસપાસ શરૂ થયેલી ભાજપની આ મહત્ત્વપૂર્ણ બેઠક 4 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી, મુખ્યત્વે ત્રણ તબક્કામાંઆ બેઠક યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...