ખુશીનો માહોલ:ભાજપે દિયોદર વિધાનસભા ઉપર પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણને ટિકિટ આપતા સમર્થકો સહિત ઠાકોર સમાજમાં ખુશી

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા

ભાજપ પક્ષ દ્વારા દિયોદર વિધાનસભા ઉપર ઠાકોર સમાજના આગેવાન અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણને ટિકિટ આપતા ઠાકોર સમાજ સહિતકેશાજી ચૌહાણના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. કેશાજી ચૌહાણે પોતાને વિધાનસભાની ટિકિટ​​​​​​​ આપવા બદલ ભજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં જનતા મારી સાથે હતી, પરંતુ ઓછા વોટિંગના કારણે મારી હાર થઈ હતી પણ આ વખતે જનતાના ભરપૂર આશીર્વાદ મળી રહ્યા છે તેથી મારી જીત નિશ્ચિત છે. દિયોદરના સિંચાઈ સહિતની પાણીની સમસ્યા અને રોડ રસ્તાની સમસ્યાહલ કરવાનો પોતાનો પ્રાથમિક પ્રયત્ન રહશે તેવો નીર્ધાર કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દિયોદર ભાજપ વિધાનસભાના ઉમેદવાર કેશાજી ચૌહાણે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીજી જયારે સાણાંદર આવ્યા હતા ત્યારે મારું બાઉડું પકડ્યું હતું એ હું નિર્મિત હતો પણ સૌ દિયોદર વિધાનસભામાં મત વિસ્તારની એમનું બાઉડું પકડ્યું છે. આ વિસ્તારના અને ગુજરાતના ચોપને ચોપન સમાજનું બાઉડું પકડ્યું છે. ત્યારે આગામી સમયની અંદર આ વિસ્તાર વિકાસની બાબતમાં કોઈ કચાસ નહિ રાહે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે, ખાતરી છે. ખાસ વિકાસની અંદર હરણફાળ ભરશે એવી પુરી શ્રદ્ધા છે જે વખત જે પણ ખામી હતી ઓછું મતદાન એ બધીજ ખામીઓ ને દૂર કરવામાં આં વિસ્તાર સંગઠન આ વિસ્તારના આગેવાનો સામાજિક આગેવાનો કાર્યકરી રહ્યા છે. આ વિસ્તારના લોકો જે રીતે નિર્ણય કરીને બેઠા છે. 08 તારીખે જયારે પરિણામ આવશે ત્યારે દિયોદરની અંદર ત્યારે દિયોદરની અંદર અત્યાર સુધી જીતેલા તમામ સરસાઈને પાર કરીને ભારતીય જનતા પાર્ટી હાએસ્ટ લીડ સાથે જીતશે.

અન્ય સમાચારો પણ છે...