ટિકિટની ખુશી:વડગામ વિધાનસભા ઉપર ભાજપે મણિલાલ વાઘેલાને ટિકિટ આપતા તેમના સમર્થકોમાં ભારે ખુશી

બનાસકાંઠા (પાલનપુર)18 દિવસ પહેલા

વડગામ વિધાનસભા ઉપર 2012માં કોંગ્રેસ પક્ષે મણિલાલ વાઘેલાને ટીકીટ આપતા તેવો ભાજપના ફકીર વાઘેલા સામે જીત્યા હતા અને વડગામના ધારસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસે મણિલાલ વાઘેલાને વડગામના બદલે ઇડર ટીકીટ આપી હતી અને વડગામમાં કોઈ જ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો જેથી વડગામમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ હતી અને ઇડરથી મણિલાલ વાઘેલાની હાર થઈ હતી. જે બાદ મણિલાલ વાઘેલા કોંગ્રેસ પક્ષથી નારાજ હતા અને થોડા સમય પહેલાં તેમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે ભાજપે મણિલાલ વાઘેલાને વડગામમાંથી ટીકીટ આપતા મણિલાલ વાઘેલાની કોંગ્રેસના જીગ્નેશ મેવાણી સામે સીધી ટક્કર છે. મણિલાલ વાઘેલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી જીતીને વળગામના વિકાસના કામો કરવાની વાત કરી હતી.

આ અંગે માણીલાલ વાઘેલાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ વડગામમા ઉમેદવાર તરીકે પસંદ કર્યોં છે. એમાં હું મારું અહોભાગ્ય સમજુ છું આપણા યસસ્વી નેતા માન્ય નરેંદ્રભાઈ મોદી સાહેબ આશીર્વાદ થી ભારતીય જનતા પાર્ટી માં જોડાયો છું અને આ વિસ્તારના લાખો કાર્યકરો એ મોદી સામેબ ને અને આ વિસ્તાર ના પ્રસ્નો ને જે ઉજાગર કર્યા છે ઉજાગર જરેલા પ્રસ્નો ને પરિણામ માં કઈ રીતે લાવવા એ દિસામાં આ વિસ્તાર ના સારા કામો થાઈ તમામ સમાજ ના લોકોને સાથે લઈ વિકાસ કઈ રીતે કરી શકાય એ દીસા માં પ્રયત્ન કરીશુ આ સીટ ભારતીય જનતા પાર્ટી બમ્પર લીડથી જીતવાની છે.

અન્ય સમાચારો પણ છે...