ઉમેદવારી પત્ર:ભાજપ ઉમેદવાર મણિલાલ વાઘેલાએ વડગામ પ્રાંત કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા

વડગામ ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાએ આજે વડગામ ખાતે વિશાળ જનસભાને સંબોધીત કર્યા બાદ પોતાના ટેકેદારો સાથે વડગામ પ્રાંત કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના વડગામના ઉમેદવાર મણિલાલ વાઘેલાના સમર્થનમાં આજે વડગામ માર્કેટયાર્ડ પાસે એક વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સભામાં બનાસકાંઠા યુથ કોંગ્રેસના મહામંત્રી રણવીરસિંહ ડાભી તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તો વડગામ તાલુકા પંચાયતના ડેલીગેટ શક્તિસિંહ ડાભી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ મણિલાલ વાઘેલાએ જાહેરસભાને સંબોધીત કરી હતી અને ભાજપને મત આપવાની અપીલ કરી હતી તે બાદ મણિલાલ વાઘેલા પોતાના સમર્થકો સાથે વડગામ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જીત્યા બાદ વડગામના વિવિધ વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...