ક્રિકેટ ટૂર્નામેન્ટ:અમીરગઢ તાલુકાના ઘાટા ગામે બિરસા મુંડા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન, આજુબાજુના વિસ્તારોની ટીમોએ ભાગ લીધો

પાલનપુરએક મહિનો પહેલા
  • દાતાના ધારાસભ્યના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અમીરગઢ તાલુકાના ઘાટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ બિરસા મુંડા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાન્તી ખરાડીના હસ્તે ટૂર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. દાતા, અંબાજી, રાજસ્થાન તથા અમીરગઢ વિસ્તારની અલગ-અલગ ટીમોએ ભાગ લીધો છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકાના ઘાટા ગામે બિરસા મુંડા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે ટર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. આ ટૂર્નામેન્ટમાં દાતા, અંબાજી, રાજસ્થાન તથા અમીરગઢ સહિતના વિસ્તારોમાંથી અલગ-અલગ ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...