પાલનપુર હનુમાન ટેકરી નજીક શનિવારે સાંજે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેમજ બે યુવકને ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુર જૂના આરટીઓ સર્કલ તરફથી એક મોટર સાયકલ પર એરોમા સર્કલ તરફ આવી રહેલા યુવકના મોટર સાયકલ અને ટ્રક વચ્ચે શનિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તેમજ બે યુવકોને ગંભીર ઇજાઓ થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં મસાલાની વેપારી પેઢી તરીકે જાણીતા વેપારીના દીકરાનું આ અકસ્માતમાં મોત નીપજતા જ મિત્ર વર્તુળ તેમજ શહેરના આગેવાનો સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને સાત્વના પાઠવવા પહોંચ્યા હતા.
મૃતક
રિશી ગોપાલભાઇ ચંદાની
ઈજાગ્રસ્ત
હાર્દ ચિરાગભાઇ સોલંકી (માળી)
વંશ ગોરધનભાઇ ચંદાની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.