દુર્ઘટના:જગાણા પાસે ડીવાઇડરથી ટકરાતાં બાઇક રાઇડરનું મોત

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ બાઇક સવારો અમદાવાદથી માઉન્ટ જતા હતા

અમદાવાદથી શનિવારે વહેલી સવારે માઉન્ટઆબુ તરફ નીકળેલા છ બાઈક રાઈડરમાંથી એક બાઈક રાઇડરને જગાણા નજીક ડિવાઈડર સાથે બાઈક ટકરાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા બાઈક રાઈડર યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. યુવકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અમદાવાદ કલાપિનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા અને બી.એમ.ડબલ્યુ શોરૂમમાં નોકરી કરતા સુભારમ સુરજભાઈ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારા શો રૂમમાંથી બાઈક ખરીદેલ ગ્રાહકે તેમને કોઈ રાઈડમાં જવાનું હોય તો અમારી કંપની ગ્રાહક સાથે સર્વિસ માટે માણસ મોકલે છે અને અમારી કંપનીમાંથી ગ્રાહક તરીકે વિશ્વાસ નટવરભાઈ જાદવ, ભરતભાઈ પટેલ, ઋત્વિક ખોરસીયા, સાવન પટેલ, કરણ ભટ્ટ અને લતેશ શાહ શનિવારે સવારના સાડા પાંચ વાગ્યાના સુમારે શોરૂમ આગળથી પોતાની બાઇક લઇ માઉન્ટઆબુ તરફ નીકળ્યા હતા.

દરમિયાન પાલનપુર તાલુકાના જગાણા હાઇવે ત્રણ રસ્તા અમારી ટીમના કરણ રાકેશભાઈ ભટ્ટ (રહે.ભાવનગર,બ્લોક નં. 28 મીરાપાર્ક ગોગા રોડ) પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક હંકારતા કરણ ભટ્ટ બાઈક ઉપરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે ટકરાતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહી વહેવા લાગ્યું હતું તેમજ ઘટનાસ્થળે યુવકનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...