બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતા ભારતીય કિસાન સંગે પાલનપુર કલેકટર કચેરીએ સૂત્રોચાર કરી બટાટાના ભાવમાં નિયંત્રણ મૂકવા અને ખેડૂતોને સબસીડી આપવા માંગ કરી છે. બટાકાના ભાવમાં સરકાર સબસીડી નહીં આપે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં બનાસકાંઠા સૌથી વધારે બટાકુ પકવે છે. આખા ડીસા તાલુકા બટાકા નગરી તરીકે ઓળખાઈ છે તેના સિવાય કાંકરેજ વડગામ જેવા ઘણા તાલુકાઓ માં બટાકુ પકવે છે આ વર્ષે બટાકાના ભાવમાં ખેડૂતો ની વિકટ પરિસ્થિતિ છે એક દમ ભાવ ભાવ તળીએ છે બટાકા ના ખેતીમાં ખર્ચ પણ ખૂબ થાઈ છે સાથે સાથે પાણી સહીત દરેક વસ્તુ ની ખુબજ જરૂરીયાત પડે છે અત્યારે 50 થી 100 રૂપિયે બટાકુ હોઈ એટલે ખેડૂતને પડતર કરતા પણ ઓછા ભાવો મળે છે એટલે ખુબજ નુકસાની વેઠી રહ્યો છે આવી પરિસ્થિતિ માં સરકારે ખેડૂતો ને સહાય આપવી જોઈએ અત્યારે અત્યારે આખા જિલ્લાના ખેડૂતોની માંગ છે પ્રતિકિલો ત્રણ રૂપિયા 1500 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવે તો આં વર્ષે ખેડૂતો બચી શકે નહીંતર આખુ વર્ષ ખેડૂતોનું નિષ્ફળ જાય તેમ છે ખેડૂતો ખુબજ દુઃખી છે એમનું ઘર ચલાવવું પણ ખુબજ મુશ્કિલ છે અને જો સહાય નહિ કરવામાં આવે તો આવનાર સમયમાં મોટી રેલી કે આંદોલન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.