ચોરીનો ભેદ ઉકેલાયો:ભાભરના ગોષણ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં થયેલી ચોરી મામલે ભાભર પોલીસે બેની અટકાયત કરી

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં લગાવેલા સીસીટીવી માં દેખાયેલા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

બનાસકાંઠા જિલ્લાના ભાભર ગોશણ ગામમાં આવેલા ગોગા મહારાજ ના મંદિર માં થયેલ ચોરીના ભેદ ને ભાભર પોલીસે ઉકેલ્યો છે જેમાં ભાભર પોલીસ એ મંદિરમાં લગાવેલા સીસીટીવીના આધારે તપાસ કરતાં બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ભાભરના ગોષણ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો છે. જેમાં મંદિરમાં થી ચોરી થયેલ ચાંદીના છતર સહીત મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમો ને ઝડપી પાડ્યા છે. જેમાં 26 ઓગસ્ટ ના રાત્રીના ભાભરના ગોષણગામની ચોકડી પાસે આવેલા ગોગામહારાજના મંદિરમાં કોઈ અજાણ્યા ચોરે મંદિરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં ગોગામહારાજને ચડાવેલ ચાંદીના નાના મોટા છતર આશરે એક કિલો જેટલો માતાની ચોરી કરી લઈ જઈ ગુના બાબતે મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે ભાભર પોલીસ તપાસ કરતા મંદિરમાં લગાવેલા cctv કેમેરા ચેક કરતા કેમેરામાં બે અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં લગાવેલા cctv ના વાયર કાપી નાખી Cctv કેમેરામાં દેખાતા બે અજાણ્યા ઈસમોએ બાબતે પોલીસના અંગત બાતમીદારો મારફતે તપાસ કરતા કરાવતા સદર ચોરી કરનાર ઈસમો 1 વિષ્ણુભાઈ ઠાકોર કાંકરેજ તાલુકાના ઉણ ગામના 2 રાજુભાઈ ઠાકોર રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગમના હોવાનું પોલીસને જાણવા મળતા ભાભર પોલીસે બંને ગુના ઈસમોને ઝડપી પાડયા હતા બંને ઈસમોં પાસેથી પોલીસે ચોરાયેલ ધમાલ ચાંદીના નાના મોટા છતર 12 જેટલાં કબ્જે લઈ આગળ ની કાર્યવાહી ભાભર પોલીસે કરી છે.

અન્ય સમાચારો પણ છે...