બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન નિહવત વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન આગામી સમયમાં પાણીની તંગી તેમજ સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ બનાવવા બનાસડેરીના ચેરમેન દ્વારા આહવાન કરવામાં આવતા પાલનપુરના સાગ્રોસણા ગામની મહિલાઓ, યુવાનો તેમજ સભાસદો દ્વારા સીડ બોલ તૈયાર કરી રહ્યા છે જે ચોમાસુ શરૂ થતા જંગલ વિસ્તારમાં નાખવા આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી.ત્યારે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે.તેમજ ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જુદી જુદી ટીમો બનાવી ટીમોએ જેસોર પર્વતના અલગ-અલગ વિસ્તારમાં જઈ સીડ બોલ મૂક્યા છે.જેને ફરીથી ચોમાસુ શરૂ થાય તે પૂર્વે શંકરભાઇ ચૌધરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
જેને લઈ પાલનપુરના સાગ્રોસણા ગામના ડેરીના સભાસદો, મહિલાઓ તેમજ યુવાનો દ્વારા સિડ બોલ તૈયાર કરી રહ્યા છે.આ બાબતે ગામના જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌથી મહત્વનો પ્રશ્ન પાણીનો છે.ત્યારે જિલ્લામાં વધુ વૃક્ષઓનું વાવતેરે કરીએ અને વધુ વરસાદ લાવીએ તે માટે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા આહવાન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.