રીંછનો હુમલો:જાસોર અભ્યારણ નજીક આવેલા ઇશ્વાની માતાજીના મંદિરે સુતેલા વૃદ્ધ પર રીંછે હુમલો કર્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પાલનપુર ખસેડાયા

અમીરગઢમાં આવેલા જાસોર અભ્યારણમાં જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે આજે અભ્યારણ નજીક આવેલા ઇશ્વાની માતાજીના મંદિરે સુતેલા વૃદ્ધ પર ઉપર રીંછે જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક પાલનપુર સારવાર અર્થે લઈ ખસેડવામાં આવ્યા છે.

અમીરગઢમાં આવેલા જાસોર રીંછ અભયારણમાં ફરી રહેલા રીંછ પાણી અને ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં ઘણીવાર આવી ચડે છે અને લોકો ઉપર હુમલાઓ પણ ઘણીવાર થયેલા છે. આવી જ એક ઘટના જાસોર અભ્યારણની હદ પર આવેલ ઇશ્વાની માતાજીના મંદિરમાં સૂતેલ એક વૃદ્ધ ઉપર હુમલો થયો છે. વ્યક્તિ ઇશ્વાની માતાજી મંદિર પરિસરમાં ખાટલો નાખી રાત્રીના સમયે મીઠી ઊંઘ માણી રહ્યા હતા. તે દરમિયાન ખોરાક અને પાણીની શોધના જંગલમાંથી એક રીંછ ત્યાં આવ્ય હતું.

રીંછે વૃદ્ધ ઉપર અચાનક જીવલેણ હુમલો કરતા તેઓને માથા અને આંખના ભાગે બચકા ભર્યા હતા. વૃદ્ધે બૂમો પડતાં આજુબાજુના લોકો દોડી આવતા રીંછ જંગલમાં અદૃશ્ય થઈ ગયું હતું. વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છ.

આ અંગે ઇષ્વાની બીટના ફોરેસ્ટર પંકજભાઈએ જણાવ્યું હતું કે, જંગલમાંથી જંગલી જાનવરો ઘણીવાર આવતા હોવાથી જંગલ વિસ્તારના અડીને આવેલા રહેણાક વિસ્તારના તમામ લોકોને રાત્રીના સમયે બહાર ન નીકળવા માટે અગાઉથી સૂચના આપેલી છે.

અન્ય સમાચારો પણ છે...