ધાર્મિક:પાલનપુરમાં આજથી 5 દિવસ સુધી BAPS પારાયણ, 50 હજાર પત્રિકાનું વિતરણ કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરિયાના મેદાનમાં મંડપ બંધાયો, ખુરશીઓ ગોઠવાઈ - Divya Bhaskar
કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરિયાના મેદાનમાં મંડપ બંધાયો, ખુરશીઓ ગોઠવાઈ
  • સ્વામી જ્ઞાનવત્સલજી અને અપૂર્વમુની સ્વામી બનાસકાંઠાને પોતાની વાણીથી રસતરબોળ કરશે
  • બનાસકાંઠા​​​​​​​ અને પાટણ જિલ્લામાં 2000 બેનરો લગાવાયા

પાલનપુરમાં આગામી 5 દિવસ સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનની સરવાણી વહાવશે, બુધવારથી સ્વામી જ્ઞાનવત્સલજી બનાસકાંઠાને પોતાની વાણીથી રસતરબોળ કરશે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સ્વામીનારાયણ સંપ્રદાયએ સમગ્ર જિલ્લામાં જન જાગૃતિના કાર્યો પણ આદર્યા છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 25 મેથી 29 મે 2022 સુધી પાંચ દિવસની પારાયણનું આયોજન કરાયું છે. જેમાં જ્ઞાનવત્સલ સ્વામી અને અપૂર્વમુનિ સ્વામી પ્રવચન આપશે. જ્ઞાનવત્સલ સ્વામી આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા છે. સમગ્ર કાર્યક્રમને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 2000 બેનરો લગાવવામાં આવ્યા છે.

જિલ્લાના તમામ ગામોમાં બાલિકાઓ દ્વારા વ્યસન મુકિતનો સંદેશો ફેલાવામાં આવી રહ્યો છે. સમગ્ર પારાયણને સફળતાપૂર્વક પાર પાડવા માટે વિવિધ વિભાગોનું ગઠન કરવામાં આવ્યું છે. ​​​​​​​જેમાં સભા વ્યવસ્થા, સ્ટેજ ડેકોરેશન વિભાગ, PR વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, પાર્કિંગ વિભાગ, પ્રસાદ વિભાગ મેડિકલ વિભાગ, બુક્સ્ટોલ, સ્વચ્છતા વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ સહિત 25 વિભાગોમાં 700થી વધુ સ્વયંસેવકો અને 14 જેટલા સંતો - સાધકો - પર્ષાદો નિસ્વાર્થભાવે જીવન માંગલ્ય પારાયણમાં સેવા આપી રહ્યા છે.

સૌથી વધુ શહેરીજનો જેમને સાંભળવા માટે આવનાર છે તે સ્વામી જ્ઞાનવત્સલજીએ વર્ષ 1992માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીધી હતી. મિકેનિકલ એન્જિનિયર એવા સ્વામી જ્ઞાનવત્સલજીએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપના રાજ્યો, ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં વ્યાખ્યાન યોજી નીતિશાસ્ત્ર, સ્ટ્રેસ, રોજિંદા જીવનમાં સંચાલન, વ્યવસાયમાં નીતિશાસ્ત્ર, વલણ, ધ માસ્ટર કી, સુખ, કાર્ય-જીવન અને સંતુલન જેવા વિષયો પર વાક્છટા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...