જાહેરનામું:ભારે ઘોંઘાટવાળા,પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીની રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ
  • ઓનલાઈન ફટાકડાના વેચાણ અને વિદેશી ફટાકડા રાખવા મનાઈ

જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ અને તેના ઉપયોગ ઉપર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.જે ફટાકડા ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં વેચાણ પર, ભારે ઘોંઘાટવાળા, પ્રદુષણ ઓકતા હોય તેમની પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટ ઓનલાઈન કોઇપણ પ્રકારનાં ફટાકડાનુ વેચાણ કરી શકશે નહીં. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટ પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

રાત્રે 8 થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 23:55 કલાકથી 00:30 કલાક સુધી જ ફોડી શકાશે. ઉપરાંત હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોને 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે જ્યાં ફટાકડા ફોડવા નહિ. જિલ્લાના પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં. 20 ઓકટોબરથી 8 નવેમ્બર સુધી જાહેરનામું બહાર પાડી તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...