દારુની હેરાફેરી અટકી:બનાસકાંઠાની LCBએ ટ્રકમાંથી 7 લાખ રૂપિયાનો દારૂ સાથે બે લોકોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા LCB પોલીસે ધાનેરાના નેનાવા ગામ પાસેથી એક શંકાસ્પદ ટ્રક રોકાવી તપાસ કરતાં પાવડરના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે ઈસમોની અટકાયત કરી 7 લાખ 39 હજારનો દારૂ સહિત કુલ 18 લાખ 4 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો છે. બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમીયા અજમાવામાં આવી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા પોલીસની બાજ નજર બુટલેગરોના કિમીયા નિષ્ફળ કરતી હોય છે. ત્યારે LCB પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.
કુલ 18 લાખ 4 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
LCB પોલીસ સ્ટાફને ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નેનાવા ગામ પાસેથી એક ટ્રક દારૂ ભરીને આવનારી છે. જેમાં પોલીસે નેનાવા પાસે નાકાબંઘી કરી એક શંકાસ્પદ લાગતી ટ્રકને રોકાવી તપાસ કરી હતી. તેમાંથી પાવડરના કટ્ટાની આડમાં દારૂની 173 પેટી જેની કુલ કિંમત 7 લાખ 39 હજાર સહિત કુલ મુદ્દામાલ 18 લાખ 4 હજારનો કબ્જે કર્યો હતો. ટ્રક ચાલક થાનારામ જાટ ગુંડામાલાણી, બાડમેર રાજસ્થાન તેમજ જસરાજ જાટ હાથીતલા, બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...