• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Today In Banaskantha, The Tickets Of BJP Candidates For 9 Assembly Constituencies Have Been Announced. Bhagwandas Patel Of BJP Has Been Made The Candidate From Dhanera Assembly.

ભાજપના મૂરતિયા જાહેર:બનાસકાંઠાની ધાનેરા બેઠક પર ભગવાનદાસ પટેલને ટિકિટ

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાં આજે 9 વિધાનસભાના ભાજપના ઉમેદવારોની ટિકિટ જાહેર થઈ છે. ધાનેરા વિધાનસભામાંથી ભાજપે ભગવાનદાસ પટેલને ટિકિટ આપી છે. ડૂત અગ્રણી ભગવાનદાસ પટેલનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત વિધાનસભા 2022 ના આજે ભાજપ એ ઉમેદવાર જાહેર કર્યા છે. ધાનેરા વિધાનસભાથી ભગવાનદાસ પટેલનું નામ જાહેર કર્યું થે, ભગવાનદાસ પટેલ ખેડૂત આગેવાન તરીકે ઓળખાતો ચહેરો છે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા પીઢ કાર્યકર્તા અને આરએસએસ ના સ્વયંસેવક તરીકે ભૂમિકા ભજવી છે. ધાનેરા એપીએમસીના 15 વર્ષ સુધી ચેરમેન પર રહી ચૂક્યા છે. ભાજપમાં કિસાન મોરચામાં પણ કામ કરી ચૂક્યા છે. ત્યારે ભગવાનદાસ પટેલ નું ભાજપ નામ જાહેર થતાં ધાનેરા વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભગવાનદાસ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ખેડૂતો માટે કામ કરી અને ધાનેરાને વિકાસશીલ બનાવવા પ્રયત્ન કરીશ તેવું નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...