નશાનો વેપાર:બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદરના લુદરા ગામથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદરના લુદરા ગામની સીમમાંથી ગાંજા સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો છે SoG પોલીસની ટીમ એ લુદરા ખાતેથી દોલાજી ઠાકોર નામના શખ્સને 4 કિલો 908 ગ્રામ ગાંજા સાથે રૂપિયા 49 હાજર થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી લાગળ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાંથી એક મકાનમાંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી પાડ્યો છે જેમાં એસ.જી પોલીસ ખાનગી રહે બાતમી હકીકત મળેલી કે દિયોદર તાલુકાના લુદરા ગામે રહેણાંક મકાન બનાવી રહેતા ઠાકોર દોલાજી પોતાના ઘરે માદક પદાર્થ ગાંજા નો જથ્થો રાખી છે જે બાતમી હકીકતના આધારે બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે પંચો સાથે લુદરા ગામે રેડ કરતા એસઓજી પોલીસને 4 કિલો 980 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી એસ.ઓ.જી પોલીસે દોલાજી ઠાકોરની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે કુલ 49080 મુદ્દામાલ સાથે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દિયોદર પોલીસ મથકે એન ડી પી એસ એક્ટ મુજબનો દોલાજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...