ફરાર આરોપી ઝડપાયો:અમદાવાદના ડી.સી.બી.પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસના ગુનામાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠાની એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ડી.સી.બી.પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસના ગુનામાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠાની એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને બળેલી બાતમી હકીકત આધારે દિલ્લી ગેટ વિસ્તાર માંથી ધવલ ઠક્કર કુંભાસણ વાળાને ઝડપી પાડી SOG એ પાલનપુર શહેર પૂર્વ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવે ગાંધીનગરનાઓની સ્પેશિયલ ડ્રાઈવ અનુસંધાને જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ - ભુજ તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલી સૂચના અંતર્ગત એમ.જે.ચૌધરી એસ.ઓ.જી. બનાસકાંઠા પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી સ્ટાફના પાલનપુર શહેર પોલીસ સ્ટેશનના દિલ્હી ગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરિમયાન ખાનગી રાહે હકીકત મળેલ કે અમદાવાદ ડી.સી.બી.પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ ગુનાના કામે નાસતો ફરતો આરોપી ધવલ કમલેશભાઈ ઠક્કર રહે.કુંભાસણ પાલનપુર વાળો મળી આવતા સદરે આરોપીને પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાંથી હેન્ડ ઓવર કરી વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોસ્ટે સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...