મુંબઈમાં કરોડની હીરાની છેતરપિંડી આચરનાર ઈસમને બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમી હકીકતના આધારે ઝડપી પાડયો છે બનાસકાંઠા એસ ઓ જી પોલીસે 2.83 કરોડનો મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડી પાલનપુર પોલીસને સુપરત કરી એસ ઓ જી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
SOGએ 2.83 કરોડના મુદ્દામાલ સાથે આરોપી ભરત પટેલની ધરપકડ કરી
બનાસકાંઠા એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં એસ ઓ જી પોલીસે એક ઈસમને મુંબઈના બાંદ્રામા હીરાની છેતરપિંડી આચરનાર ઈસમને ઝડપી પાડયો છે. જેમાં મુંબઈ બાંદ્રા કુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરી ત્યાંથી ફરાર થયેલ ઈસમ ની બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા તે છેતરપિંડી આચરનાર મડાણા ગઢ ના ભરતભાઈ કરસનભાઈ પટેલ મલાણા પાલનપુર પાટિયા પાસે ઊભા છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે ટીમ સાથે આરોપીને છેતરપિંડી કરેલ હીરા નંગ 02 જેની કિંમત 2 કરોડ 83 લાખ સાથે ઝડપી પાડી પાલનપુર પોલીસ ખાતે કડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.