રીઢો ચોર ઝડપાયો:ઉત્તરગુજરાત અને કચ્છમાંથી બાઇક ચોરી કરતા શખ્સને બનાસકાંઠા પોલીસે ઝડપ્યો, 13 બાઇક જપ્ત

પાલનપુર22 દિવસ પહેલા
  • થરા-દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિદ્ધરાજ ઠાકોરના નામના શખ્સની ધરપકડ

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે એક બાઈક ચોરને ઝડપી પાડયો .છે એલસીબી પોલીસને બાતમી આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિદ્ધરાજ ઠાકોર નામના ચોરને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન તેણે બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર મહેસાણા કચ્છ અને પાટણ જિલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરી અન્ય જિલ્લામાં સસ્તા ભાવે વેચતો હોવાની કબુલાત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવને લઇ પોલીસવડાએ એક અલગથી ટીમ બનાવવામાં આવી હતી. ગઈકાલે બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના ઉણ ગામના સિદ્ધરાજ ઠાકોરને થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. ચોરની પૂછપરછ કરતા તેણે બનાસકાંઠા સહિત પાટણ-મહેસાણા કચ્છને ગાંધીનગર જિલ્લા સુધી ઘણા બાઈકોની ચોરી કર્યાની કબુલાત કરી હતી.

એલસીબી પોલીસે 13 જેટલા બાઈકો રિકવર કર્યા છે. જોકેસ સિદ્ધરાજ બાઇકો ચોરી કરી બીજા એક-બે જિલ્લાથી દુર ઓછા પૈસામાં વહેંચી દેતો હતો. જોકે, પોલીસે 13 બાઇક જપ્ત કર્યાં છે. જેની અંદાજે કિંમત 3 લાખ 50 હજાર થાય છે.

આ અંગે જિલ્લા પોલીસવડા અક્ષય રાજે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના બનાવ વધ્યા છે. જેને લઇ આવા ચોરોને દબોચી લેવા એક અલગથી ટીમ બનાવવામા આવેલી હતી. ગઈકાલે બનાસકાંઠા એલસીબીએ સિદ્ધરાજ ઠાકોરની ધડપકડ કરી હતી. તેની પાસેથી પૂછપરછમાં તેણે માત્ર બનાસકાંઠા જિલ્લામા નહીં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જિલ્લા સુધી ઘણા બાધા બાઈકો ન ચોરી કરેલી છે. હાલમાં 13 જેટલાં બાઈકો રિકવરી કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...