ખાણ ખનીજ વિભાગના દરોડા:બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે બિન અધિકૃત રેતી વહન કરતાં 5 ટ્રેક્ટર જપ્ત કર્યાં, રૂ. 17 લાખનો મુદ્દામાલ જપ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂસ્તર વિભાગે રૂપિયા 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરી તપાસ આદરી

બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી વહન કરતાં ટ્રેક્ટરો ઝડપી પાડ્યાં છે. ખાણ-ખનીજ વિભાગે કુલ પાંચ ટ્રેક્ટર જપ્ત કરી રૂ. 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ રૂ. 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠાની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની તપાસ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઇકબાલગઢ (ડેરી) પાસે ઉમરકોટ નદી પટ્ટ વિસ્તારમાં બિન અધિકૃત ટ્રેક્ટર જણાઈ આવતાં ભૂસ્તર વિભાગની ટીમે બનાસ નદીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતા 5 ચ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં બે ટ્રેક્ટર ભરેલા જેના વાહન નંબર GJ-08-J-2552 01, GJ-08-P-3551 તેમજ અન્ય 3 ટ્રેક્ટર ખાલી (1) GJ-08-BS-4963 (2) GJ-08-BF-9635 (3) GJ-08-BN-7973ને અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યાં હતાં.

આમ કુલ 5 ટ્રેક્ટર પકડી પાડીને રૂપિયા 17 લાખનો મુદ્દામાલ સિઝ કરી રૂ. 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે ભુસ્તરશાસ્ત્રી સુભાસ જોષીની કડક કાર્યવાહીથી ભુમાફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...