વિદેશી દારૂની હેરાફેરી:બનાસકાંઠા એલસીબીએ ટ્રેલરમાંથી સિમેન્ટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો, 46.96 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ એક ટ્રેલરમાંથી સિમેન્ટના ઘટનાની આડમાં લઈ જવાતો દારૂને ઝડપી પાડયો છે. જેમાં 45 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ કબ્જે લઇ ટ્રેલર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારુની 777 જેટલી પેટીઓ મળી
બનાસકાંઠા એલસીબી પાલનપુરને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ નંબર વગરનું ટાટા કંપનીનું સફેદ કલરનું કેબીન, જોધપુર બોડીની ટોલી વાળું ટ્રેલર રાજસ્થાન રાજ્યમાંથી વાયા ડીસા, પાલનપુરથી અમદાવાદ તરફ જતુ હતું. બાતમીના આધારે શંકાસ્પદ ટ્રેલર ડીસા, પાલનપુર અમદાવાદ જતા હાઇવે રોડ પર પાલનપુર રેલ્વે બ્રિજ ઉપર પસાર થઈ અમદાવાદ તરફ જતું હતું. જેને બ્રિજના અમદાવાદ તરફના છેડે રોકી તપાસ કરતાં આરોપી મોહરમ લોલ જાલોર રાજસ્થાન વાડાના કબ્જાના ટ્રેલરમાંથી સિમેન્ટની થેલીઓની યાડમાં દારૂની 777 જેટલી પેટીઓ સહીત કુલ મુદ્દામાલ 46 લાખ 96 હજાર 600 સાથે કબ્જે લઇ ચાલક વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...