કાર્યવાહી:બનાસકાંઠા LCBએ ડીસાના ભોયણ ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા ઝડપી પાડી

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી પોલીસે કુલ 6 લાખ 31 હજારનો મુદ્દામાલ કબજે ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ઈનોવા ગાડી અને એક્ટીવા માંથી બનાસકાંઠા એલસીબી પોલીસે દારૂ ઝડપાયો છે જેમાં કુલ 6 લાખ 31 હજાર 080 રૂપિયા નો મુદ્દામાલ કબજે લઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન આદમી હકીકતના આધારે એક દારૂ ભરેલી ગાડી Gj 18 BB 6165 તથા એકટીવા Gj08 BP 5013ને ભોયણ ગામની સીમમાં આવેલ જય વીર દાદા મંદિર આગળ ખુલ્લા ચોગાનમાંથી કબજે કર્યા હતાત. જેની તપાસ કરતા ઈનોવા ગાડી માંથી બીયરની ટીન બોટલો 792 નંગ જેની કિંમત 91 હજાર 081 રૂપિયાની મળી આવી હતી. આ જથ્થો હેરાફેરી કરવાના ઈરાદે રાખી પોલીસ રેડ દરમિયાન કોઈ આરોપી હાજર ન મળી આવી જેથી એકટીવા તેમજ ઈંનોવા ગાડી ને એલસીબી પોલીસે કબજે લઇ કુલ 6 લાખ 31 હજાર 080 રૂપિયા નો મુદ્દામાલ કબજે લઇ બંને ગાડીના વાહનચાલક વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...