કોલસાની આડમાં દારૂની હેરાફેરી:બનાસકાંઠા એલસીબીએ પાલનપુર પાસેથી 7800 ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડી, ટ્રકનું ચોરખાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

બનાસકાંઠા (પાલનપુર)8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા એલ સી બી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાં 7807 જેટલી દારૂ બોટલો જેની કુલ કિંમત 29 લાખ 27 હજાર થી વધુ દારૂ સાથે એક ઇસમને અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અનાર્મ હેડ કોન્સ દિગ્વિજયસીંહ રામસીંહ નાઓને બાતમી હકીકત મળેલ કે, “એક ટાટા ટ્રક નં.GJ.18.AT.9685 દારૂ ભરી રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરી અમીરગઢથી પાલનપુર તરફ જઇ રહેલ છે. જે હકીકત આધારે સોનગઢ ગામની સીમમાં અમીરગઢ-પાલનપુર હાઇવે હોટલ મહાકાલની સામે રોડ ઉપર ટ્રકને પકડી લીધેલ જે ટ્રકમાં ઉપર કોલસા ભરેલ હોય જે કોલસાની નીચે એક લોખંડનુ બોક્સ અંદર દારૂની પેટી 619 તેમજ છુટક 379 મળી કુલ બોટલ 7807 જેની કુલ કિંમત 29 લાખ 27 હજાર 625 રૂપિયા સહિત કુલ 39 લાખ,37 હજાર 625 નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક કિશનારામ ગીરધારીરામ ભગવાનારામ જાટ રહે.ગામ બેરીવાલા તલા જીલ્લા બાડમેર રાજસ્થાન વાળાને પકડાઇ જઇ તેમની વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...