વાહન ચોર ઝડપાયો:બનાસકાંઠા એલસીબી પોલસે ત્રણ અલગ અલગ જગ્યાએથી થયેલી વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા એલસીબી પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ થયેલા વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી એક બોલેરો ગાડી, એક ટ્રેક્ટર અને એક લીવો કંપની હોન્ડા કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન પોલીસને બાતમીના આધારે શંકાસ્પદ આવતી ગાડીને રોકાવીને નરપતસિંહ રાજપૂત નામના ચાલકની પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબુલાત કરી હતી કે, બોલેરો ગાડી જે પાલનપુર પચ્છિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને એક ટ્રેક્ટર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જ્યારે હોન્ડા લીવો કંપનીનું જેનો જે પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. જે મુદ્દામાલ સાથે એલસીબી પોલીસ ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...