બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:બનાસકાંઠા એલસીબીએ ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા એલસીબી પોલીસે ત્રણ મોટર સાયકલ મળી સાથે બે રીઢા ચોર ઇસમોને પકડી પાડ્યા છે. એલસીબી મળેલી બાતમી હકીકત આધારે દિયોદર ભેસાણા ચાર રસ્તા પાસે બે ઈસમો એક મોટર સાયકલ લઈને આવતા પોલીસે રોકી તેમની પૂછપરછ કરતા બન્ને ઈસમો ને દીયોદર પોલીસ સ્ટેશન લઈ જઈ ચોરીના ગુનાઓનો ભેદ એલ.સી.બી એ ઉકેલ્યો હતો.

એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દીયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે દિયોદર ભેસાણા ચાર રસ્તા પાસેથી ( 1 ) અનાજી બાબુજી મકવાણા તેમજ ( 2 ) રાહુલભાઇ બાલાજી મકવાણા બંન્ને રહે.વડાણા તા દીયોદર વાળાઓને નંબર પ્લેટ વગરના હીરો કંપનનીના વાદળી કલરના મોટર સાયકલ સાથે પકડી પાડી પુછપરછ કરતા તેમણે બંન્નેએ આશરે છ મહીના અગાઉ દીયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમાથી ચોરેલ હોવાનુ જણાવતા આ બંન્ને ઇસમોની વધુ પુછપરછ કરતા જણાવેલ કે , છેલ્લા આઠ દસ મહીનામા દીયોદર બજારમાથી 03 મોટર સાઇકલ ચોરેલ હોય જે પૈકી 02 મોટર સાયકલ ( 2 ) રાહુલભાઇ બાલાજી ઠાકોર રહે વડાણા તા દીયોદરવાળાના રહેણાક ધરે ઢાળીમા સંતાડેલ જે ચોરેલ કુલ ત્રણ મોટરસાયકલ (1) હીરો સ્પ્લેન્ડર પ્રો . નં . GJ - 08 - AR - 6719 જે દીયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમા રસ્તા માથી છ માસ અગાઉ ચોરેલ (2) હીરો સ્પેલેન્ડર પ્લસનં . GJ - 24 - AC - 1229 જે આઠ માસ અગાઉ દીયોદર બજારમાથી પાંજરાપોળ સામેથી ચોરેલ (3) હીરો સ્પ્લેન્ડર પ્રો નં GJ - 24 - .AB - 4715 જે દસમાસ અગાઉ દીયોદર બજારમાથી લોહા વાડીમાથી ચોરેલ wil જે ત્રણ 3 મોટરસાયકલ કુલ મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરેલ મુદ્દામાલ દીયોદર પોલીસ સ્ટેશન સોંપી કબ્જે કરી દીયોદર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...