ભાસ્કર વિશેષ:બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે 1967માં કોંગ્રેસના આનંદીલાલ મહેતા ડમી ઉમેદવાર ચૂંટાયા હતા

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંધો લેવાતા કોંગ્રેસમાં મુખ્ય ઉમેદવાર અહેમદ માસ્તરનું ફોર્મ ચૂંટણી પંચે રદ કર્યું હતું

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. પાલનપુર વિધાનસભા બેઠકમાં 1967માં કોંગ્રેસમાં મુખ્ય ઉમેદવારનું ફોર્મ ચૂંટણી પંચે રદ કર્યું હતું, જે બાદ આનંદીલાલ મહેતા ડમી ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અહેમદભાઈ માસ્તર અને આનંદીલાલ મહેતાની ગાઢ ભાઈબંધી હતી. પથ્થર સડક પર અહેમદભાઈ માસ્તરની આનંદીલાલ મહેતાના ત્યાં બેઠક હતી.

1967 માં જ્યારે અહેમદભાઈ માસ્તરને કોંગ્રેસે ટિકિટ આપી ત્યારે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન હરીફ ઉમેદવાર રામજીભાઇ એ કોન્ટ્રાક્ટર અંગેનો વાંધો લેતા અહેમદભાઈનું ઉમેદવારી પત્ર રદ થઈ ગયું હતું. અને ડમી ઉમેદવાર તરીકે આનંદી લાલ ચમનલાલ મહેતાનું ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આવી ગયું હતું જેથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કોંગ્રેસના આનંદીલાલ મહેતા જીતી ગયા હતા. ગુજરાતની રચના બાદ આ બીજી ચૂંટણી હતી. કોંગ્રેસ એ 168 બેઠકોમાંથી 93 બેઠકો જીતી હતી. જ્યારે સ્વતંત્ર પાર્ટીને 66 બેઠકો મળી હતી.

3 ચૂંટણી સુધી કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર
પાલનપુર વિધાનસભામાં કોંગ્રેસે 1967 1972 અને 1975 માં ત્રણેય વખત મુસ્લિમને ટિકિટ આપી હતી. જેમાં 1967માં જેમને ટિકિટ આપી હતી તેમનું ફોર્મ રદ થતાં આનંદીલાલ મહેતા જીત્યા હતા તે બાદ 1972માં અબ્દુલ રહેમાન અને 1975 માં ખૂબમિયા સૈયદ જીત્યા હતા.

બનાસકાંઠાના રાજકારણમાં બ્રહ્મ સમાજનું વર્ચસ્વ હતું
બનાસકાંઠાના રાજકારણમાં 70થી 80ના દશકમાં પાલનપુરના આનંદીલાલ, બાલાશંકર જોશી, મનસુખલાલ દવે અને પોપટભાઈ જોશીનો દબદબો હતો. આનંદીલાલ મહેતા ધાનેરાના MLA બાલાશંકર જોશી, નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનસુખલાલ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પોપટલાલ જોશી હતા.

અન્ય સમાચારો પણ છે...