લમ્પીનો કહેર:બનાસકાંઠા જિલ્લામાં આજે એક જ દિવસમાં લમ્પીના 327 નવા કેસ નોંધાયા, 12 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાના 253 ગામોમાં લમ્પી વાઈરસ પ્રસર્યો
  • પાલનપુરમાં ચાર ટીમો પશુઓનો સર્વે હાથ ધરશે

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે આજે 327 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 12 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 253 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 2852 પશુઓ સંક્રમિત, 63 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 327 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 12 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જોકે જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 253 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે કુલ 2852 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 63 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સીનેસનની કામગીરી કરવામાં આવી છે.

પાલનપુરમાં પાલિકા અને પશુપાલન વિભાગની બબ્બે ટીમ કામ કરશે
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઇરસ કહેર મચાવી રહ્યો છે. પ્રતિદિન લંપી વાયરસ 300 જેટલાં કેસો સામે આવે છે. ત્યારે આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ફરતી ગાયમાં વાઈરસની અસર જોવા મળતા તંત્રમાં દોડતું થઇ ગયું હતું વાઈરસ વાળી ગાય જિલ્લા કલેકટર કચેરીમાં ઘુસી આવી હતી. જેની જાણ થતાં પશુપાલન વિભાગના ડોક્ટર અને અધિકારી કલેકટર કચેરીમાં અસરગ્રસ્ત ગાય પાસે પહોંચ્યા હતા. જ્યાં ગાયમાં વાઈરસના લક્ષણો દેખાતા ગાયને રસી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે તંત્ર દ્વારા આવતીકાલથી પાલનપુર નગરપાલિકાની બે ટીમો અને પશુપાલન વિભાગની બે ટીમો સહીત ચાર ટીમો શહેરમાં ફરતી ગાયોને સર્વે કરવામાં આવશે સર્વેમાં રખડતી ગાયો માં લંપી વાયરસના લક્ષણો દેખાશે તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રસીકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...