ખેડૂતોમાં ખુશીનો માહોલ:બનાસકાંઠા જિલ્લામાં એવરેજ 29.4 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં ભાભરમા ત્રણ ઇંચથી વધારે ખાબક્યો

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભર તેમજ અમીરગઢમા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી

બનાસકાંઠા જિલ્લા સારા વરસાદે ખેડૂતોની આશ બાંધી છે. અત્યાર સુધી જિલ્લામાં એવરેજ 29.4 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈ ખેડૂતો વરસાદી સિઝન ખેતી કરવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભાભરમા 79 MM અને અમીરગઢમા 38 MM વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકાળાટ બાદ મંગળવારે સાંજના સમયે જિલ્લા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક ભાભરમા 79 MM, અમીરગઢમા 38 MM, વડગામમા 10 MM સહિતના વિસ્તારોમાં વરસાદ ખબકતા સર્વત્ર પાણીજ પાણી થઈ ગયું હતું. અમીરગઢમા વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભાભરમા રોડ પર નીચાણવાળા વિસ્તાર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીયોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પાડ્યો હતો. ભાભરના કેટલા વિસ્તારોમા વરસાદી પાણીની રોડ પરથી નદી વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 38 MM, ડીસામાં 03 MM, દાંતામા 06 MM, દાંતીવાડામા 08 MM, પાલનપુરમા 04 MM, ભાભરમા 79 MM, વડગામમા 10 MM અને સુઈગામમા 01 MM સહિતના વિસ્તારોમા વરસાદ નોંધાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હજુ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...