ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં:બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 29.18 ટકા વરસાદ નોંધાયો, ખેડૂતો વાવણીકામમાં જોતરાયા

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો એવરેજ 29.18 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈ ખેડૂતોએ ખેતી કરવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષમા વરસાદ નહિવત પડતા મોટા ભાગના તળાવો અને ડેમોમા પાણી સુકાઈ ગયા હતા. તેમજ કૂવાઓ અને બોરમાં પણ પાણી સુકાયા હતા. જેને કારણે ખેડૂતોના તૈયાર પાકોમાં નુકસાની થઈ હતી. હાલ ચોમાસુ સીઝનમા સારો વરસાદ પડે તો ડેમો તળાવો છલોછલ ભરાઈ જાય. જેથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે. અત્યાર સુધીમાં જિલ્લામાં ખેતી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હજુ પણ સારા વરસાદની ખેડૂતોને આશા
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે સારો એવો વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમા ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અને ઉપરવાસમાં હજુ પણ સારો વરસાદ વરસે તો જિલ્લાના જળાશયો ભરાય જેથી આવનાર ખેતીની સીઝનમાં ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
24 કલાકમાં ક્યા કેટલો વરસાદ નોંધાયો?
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો ડીસામા 03 MM, પાલનપુરમા 09 MM,વડગામમા 01 MM સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, હજુ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સિઝનનો કુલ કેટલો વરસાદ નોંધાયો?
બનાસકાંઠા જિલ્લામાં આ સિઝનનો એવરેજ 29.18 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં તાલુકામાં આ સીઝનનો વરસાદ જોઈએ તો અમીરગઢમાં 28.37 MM, કાંકરેજમા 34.40 MM, ડીસામાં 24.66 MM, થરાદમાં 18.14 MM, દાંતામા 34.21 MM, દાંતીવાડામા 28.01 MM, દિયોદરમા 41.30 MM, ધાનેરામા 9.51 MM, પાલનપુરમા 28.19 MM, ભાભરમા 36.76 MM, લાખણીમા 12.39 MM, વડગામમાં 37.19 MM, વાવમાં 25.60 MM,સુઈગામમાં 44.75 MM વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...