મહેનતનું પરીણામ:રાજ્યમાં 93.65 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો ચોથા ક્રમે, સૌથી વધુ છાપી કેન્દ્રનું 100 ટકા પરીણામ

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 33 કેન્દ્ર પરથી 20 હજાર 191જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એ વન ગ્રેડમા 42 વિદ્યાર્થી ચમક્યા

રાજ્ય સરકાર દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરીણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લો 93.65 ટકા પરીણામ સાથે રાજ્યમાં ચોથા ક્રમે આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરીણામ છાપી કેન્દ્રનું 100 ટકા નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લાના 33 કેન્દ્ર પરથી 20 હજાર 191જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એવન ગ્રેડમાં 42 જેટલા વિદ્યાર્થીઓ ચમક્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના 2 વર્ષ બાદ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2022માં લેવામાં આવી હતી. ત્યારે આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 20 હજાર 191 પરિક્ષાર્થીઓ પરિક્ષા આપી હતી. જિલ્લાનું પરીણામ 93.65 ટકા આવ્યું છે.

જિલ્લામાં 41 વિધાર્થીઓ એ એ-વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે 1596 વિધાર્થીઓએ એ-ટુ ગ્રેડ 5178 વિધાર્થીઓએ બી-વન ગ્રેડ 6335 વિધાર્થીઓએ બી-ટૂ ગ્રેડ 4367 વિધાર્થીઓએ સી-વન ગ્રેડ, 1317 વિધાર્થીઓએ સી-ટૂ ગ્રેડ અને 72 વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ જ્યારે 02 વિધાર્થીએ ઇ-વન ગ્રેડ મેળવ્યો છે.

બનાસકાંઠા ડીઈઓ એન.બી.ચાવડા એ જણાવ્યું હતું કે, માધ્યમમિક અને ઉચ્ચ માધ્યમમિક શિક્ષણ બોડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ નું પરીણામ જાહેર કરવામાં આવેલ છે સમગ્ર રાજ્ય નું પરીણામ 86.91 આવેલ છે જેની સામે બનાસકાંઠા જિલ્લા નું 93.65 ટકા પરીણામ આવેલ છે અત્રેના જિલ્લા ના 33 કેન્દ્રો પર પરથી 20 હજાર 191 વિદ્યાર્થી ઓ પરીક્ષા આપી હતી એવન ગ્રેડ મા 42 વિદ્યાર્થી બનાસકાંઠા આવેલ છે અને સમગ્ર રાજ્યમા. બનાસકાંઠા જિલ્લો ચોથા નંબરે પ્રાપ્ત કર્યો છે.

પરિણામ ઊંચું આવ્યું પણ રાજ્યમાં ક્રમાંક નીચો આવ્યો કોરોનાકાળને 2021માં બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન અપાયું હતું. 2020ની સરખામણીએ ચાલુ સાલે ઉત્તર ગુજરાતનું સરેરાશ પરિણામ 7% વધ્યું છે. તેમ છતાં રાજ્યમાં ક્રમાંક નીચો આવ્યો છે. 2020માં પાટણ રાજ્યમાં પ્રથમ, બનાસકાંઠા બીજા, મહેસાણા છઠ્ઠા, અરવલ્લી 7મા અને સાબરકાંઠા 10મા ક્રમે રહ્યો હતો. ચાલુ સાલે બનાસકાંઠા ત્રીજા, મહેસાણા 7મા, સાબરકાંઠા 17મા, અરવલ્લી 18મા અને પાટણ 19મા ક્રમે ધકેલાયો છે.

બનાસકાંઠાના છાપી કેન્દ્રનું 100 ટકા પરિણામ બોર્ડની આ પરીક્ષામાં D ગ્રેડ કે તેથી વધુના ગ્રેડમાં રાજ્યમાં 18909 વિદ્યાર્થીઓ સાથે બનાસકાંઠા 4થા ક્રમે, 10684 વિદ્યાર્થી સાથે મહેસાણા 18મા ક્રમે,7110 વિદ્યાર્થીઓ સાથે સાબરકાંઠા 12મા ક્રમે, 6792 વિદ્યાર્થીઓ સાથે અરવલ્લી 10મા ક્રમે અને 6486 વિદ્યાર્થીઓ સાથે પાટણ 16મા ક્રમે રહ્યો છે.છાપી કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

થરાદના વાડીયામાં ધોરણ-12 પાસ કરનાર પ્રથમ દીકરીઓ
દેહવિક્રયના ધંધામાંથી વાડિયા સામાજીક પ્રયાસોથી ધીમેધીમે બહાર આવી રહ્યું છે. વાડીયા ગામની બે દીકરીઓ રવિનાબેન વેલાભાઇ સિસોદિયા (સરાણીયા) તથા મીતાબેન મેવાભાઇ સિસોદિયા(સરાણીયા) ગામની દિકરી તરીકે ધોરણ 12 પાસ કરનાર પ્રથમ પેઢી બની હતી. જે પૈકી એકને તો થરાદનાં સમાજ સેવિકાએ ભણાવીને મોટી કરી હતી. અને સગી માતાને મરતાં પહેલાં તેની દિકરીને સવાઇ મા બનીને ભણાવવાનું વચન પાળ્યું હતું. બોર્ડમાં 60 ટકા માર્કસ લાવનાર ગામની પ્રથમ દીકરીની ઇચ્છા કલેક્ટર બનવાની છે.થરાદનાં સમાજસેવિકા શારદાબેન ભાટીએ એક દિકરીને આ પરંપરાગત વ્યવસાયમાં ન ધકેલાય તે માટે પહેલા ધોરણથી જ તેણીની ભણવાની જવાબદારી ઉપાડીને પાંચમા સુધી થરાદમાં પોતાના ઘેર રાખીને ભણાવી હતી. પરંતુ રવિનાની માતા પથારીવશ થતાં તેણીએ અંતકાળે માતાએ સમાજસેવિકાને પોતાની દીકરીને દેહવિક્રયમાં નહી જવા દેવા માટે ભીની આંખે કાકલુદી ભરી વિનંતી કરી હતી.

આથી શારદાબેન ભાટીએ ફક્ત ભણાવવા જ નહી પરંતુ પોતાની સગી દીકરીની જેમ રાખીને પરણાવવા સુધીની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું હતું. અંતે શારદાબેનની તમામ પ્રકારની મદદ વચ્ચે પાલનપુર છાપરામાં તમામ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓની વચ્ચે રહીને પણ ધોરણ બારનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. શનિવારે તેણીનું પરિણામ 60 ટકા આવ્યું હતું. અને રવિનાબેન વેલાભાઇ સિસોદિયા (સરાણીયા) તથા મીતાબેન મેવાભાઇ સિસોદિયા(સરાણીયા) ગામની દિકરી તરીકે ધોરણ 12 પાસ કરનાર પ્રથમ પેઢી બની હતી.

આનંદ અને ગર્વ સાથે સમાજસેવિકા શારદાબેને જણાવ્યું હતું કે ‘તેમણે રવિનાને પોતાની સગી પુત્રી માનસી કરતાં પણ વિશેષ સાચવી છે અને તેણીને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવશે.’ જ્યારે રવિનાબેને જણાવ્યું હતું કે ‘પાલનપુરના હાઇવે વિસ્તારમાં વિજળીની વ્યવસ્થા ન હતી. આથી મમ્મી (શારદાબેન) એ આપેલ ચાર્જિંગ બલ્બ ચાલે ત્યાં સુધી વાંચતી હતી. જોકે મહેનત પ્રમાણે ઓછા માર્કસ આવ્યા હોવાના વસવસા સાથે તેણીએ જણાવ્યું હતું કે ‘હવે આગળ ભારે મહેનત કરીને તેણીની ઇચ્છા કલેકટર બનવાની છે.’

અન્ય સમાચારો પણ છે...