બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ મહાસંઘ ગુજરાત પ્રાંતને સામાજિક મૂલ્યાંકન કસોટી રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાત પ્રાંત દ્વારા એકમ કસોટી સંદર્ભ અત્યાર સુધી વખતોવખત અનેકવાર સરકાર અને વિભાગમાં રજૂઆત થઈ છે જે આવકાર્ય બાબત છે પરંતુ આ રજુઆત એક પણ સૂચન કે માગણી આ સામાજિક કસોટીના આયોજનમાં જોવા મળી નથી. તારીખ 26 જુલાઈ 2022 ના GCERTના સામાજિક કસોટીના પરિપત્રથી બનાસકાંઠા જિલ્લાના તમામ સારસ્વત મિત્રોમાં નારાજગી છે અને વિરોધનો સુર પણ ઉઠ્યો છે.
સમયનો બગાડ થાય છે
આવા આયોજનથી શિક્ષકને ભણાવવાનો ખુબજ ઓછો સમય મળે છે જેથી બાળકોને અભ્યાસ ક્રમ પણ પૂર્ણ થતો નથી અને આ કસોટીમાં પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવું કસોટી લીધા બાદ તેનું મૂલ્યાંકન ટિપ્પણીઓ ઉપચારાત્મક કાર્ય અને વળી પાછી પુન કસોટી અને દર અઠવાડિયા આવી કસોટી લેવાથી સમયનો બગાડ થાય છે આ બધી જટિલ પ્રક્રિયામાંથી શિક્ષકને મુક્તિ અપાવી શિક્ષકને તેની રીતે વર્ગખંડમાં કામ કરવાની તક આપવામાં આવે તે બાબતે ઘટતું કરવા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા વિનંતી કરાઈ છે.
સામૂહિક બહિષ્કારની પત્રમાં અરજ
આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સંતોષકારક જવાબ ન મળે તો પ્રાંતની બેઠક બોલાવી તમામ જિલ્લાના અભિપ્રાય લઈ આ સામાજિક કસોટી જે બાળકો અને વર્ગખંડમાં તંદુરસ્ત વાતાવરણમાં નથી તેનો સામૂહિક બહિષ્કારનો કાર્યક્રમ આપવા પત્રમાં અરજ કરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.