માર્ગદર્શન:બનાસકાંઠાજિલ્લા પંચાયત દ્વારા અંબાજીના સેવાકીય કેમ્પોમાં પોષણ શપથ અને યોજનાકીય માહિતી અપાઇ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા. 08 માર્ચ -2018 ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. પોષણ અભિયાનને જન આંદોલન સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણને લગતા સંદેશાઓનો પ્રચાર - પ્રસાર થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં " રાષ્ટ્રીય પોષણ માહ " ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.

પદયાત્રીઓને પોષણ શપથ
હાલમાં યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની સુચનાથી અંબાજી ખાતેના સેવા કેમ્પોમાં પોષણ અભિયાન અંતર્ગત સેવા કેમ્પોમાં ઉપસ્થિત પદયાત્રીઓને પોષણ શપથ અને યોજનાકીય માહીતી આપવામાં આવી હતી. જેમાં આઈ.સી.ડી.એસ વિભાગના ડી.સી હરિઓમભાઇ વાળંદ, ડી.પી.એ ગૌતમ ઇલોળીયા, પોષણ પ્રોગામ આસિસ્ટન્ટ સરોજબેન ચૌધરી ઉપસ્થિત રહી પદયાત્રિકોને પોષણના શપથ લેવડાવી માહિતી પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...