આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં અત્યાર સુધી કુલ 4 લાખ 94 હજાર 205 હેકટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે. જેમાં સૌથી વધુ રાયડાના પાકનું વાવેતર જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ સારો વરસાદના કારણે અનેક તાલુકાઓમાં પાણીનો પુરતો સ્ત્રોત અને ડ્રિપ એરીગેશનની સગવડ ઉપરાંત સરહદી વિસ્તાર ના તાલુકાઓમાં કેનાલની સુવિધાને લઇ શિયાળુ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ થરાદ તાલુકામાં 73 હજાર 851 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જ્યારે સૌથી ઓછુ અમીરગઢ તાલુકામાં 8 હજાર 129 હેક્ટરમાં નોંધાયું છે.
આ ઉપરાંત ડીસા તાલુકામાં 69 હજાર 964 હેક્ટર, વાવમાં 55 હજાર 426 હેક્ટર, ધાનેરામાં 45 હજાર 621 હેક્ટર જમીનમાં વાવેતર થયેલ છે. રવી સીઝનના વાવેતરને અત્યાર સુધી અનુકૂળ વાતાવરણ મળી રહેતા બમ્પર ઉત્પાદન થવાની ધારણા રહેલી છે જિલ્લા ખેતીવાડી વિભાગના રવિ સીઝનના રીપોર્ટ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાનું 1 લાખ 73 હજાર 671 હેક્ટર જમીનમાં વાવેતર થયેલ છે. આ ઉપરાંત જીરાનું પણ 37 હજાર 372 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે બટાટા 53 હજાર 584 અને ઘંઉનું 64 હજાર 930 હેક્ટરમાં વાવેતર થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.