MOU:મતદાર જાગૃતિ વધારવાના ભાગરૂપે બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા MOU કરાયા

બનાસકાંઠા (પાલનપુર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણીપંચ દ્વારા 01/10/2022 ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ ચાલુ છે તે અંતર્ગત મતદાર યાદીમાં 18 વર્ષથી વધુ વયના નાગરીકો પોતાના નામ દાખલ કરાવી શકે છે. દેશના મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે.

MOU કરાયા
મતદાર જાગૃતિ વધારવાના ભાગરૂપે ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાલનપુર એસોસિએશનના પ્રતિનિધિઓ અને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ -2022 અંતર્ગત નીચે મુજબ MOU કરવામાં આવ્યાં છે.

મતદાર જાગૃતિ ફોરમ VAની રચના કરાશેે
આ MOU મુજબ ઔધોગિક વસાહતોમાં કામ કરતા તમામ કામદારોની મતદાર તરીકે નોંધણી થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ મતદાનના દિવસે તેઓ તમામ દ્વારા મતદાન કરવામાં આવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિવિધ કામદારો પાલનપુર તાલુકામાં વસવાટ કરતા હોય અને અહીંયા મતદાર તરીકે નોંધણી કરાવવા ઈચ્છતા હોય તો તેની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાર જાગૃતિ માટે SVEEP એક્ટીવીટીના કાર્યક્રમો જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કરવા માટે સહયોગ આપવામાં આવશે. મતદાર જાગૃતિ ફોરમ VAની રચના કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ઈલેક્શન કાર્ડ સાથે આધારલીંક કરવા માટેના કાર્યક્રમોમાં પણ સહયોગ આપવામાં આવશે.

સાથ સહકાર આપવાની ખાતરી
મતદાર જાગૃતિ માટેના તમામ કાર્યક્રમોમાં સહભાગી થવા પ્રમુખ ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાલનપુરે "લોકશાહીના રાષ્ટ્રીય મૂલ્યનું જતન કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા તમામ પ્રકારનાં સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. તેમ બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...