અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી:બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે 4 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યા

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનિ સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં દારુનો ધંધો કરનારા 4 જેટલાં બુટલેગરોને પાસાં હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે હુકમો કરાયા છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.
​​​​​​​જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરાયાં
દારૂનો ધંધો કરનારા 4 જેટલાં બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ પાસાં હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...