આનંદો:બનાસડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 20નો વધારો કર્યો

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂ. 735-700 અને ગાયનું દૂધ રૂ. 329-319 પ્રમાણે લેવાશે

બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવતાં પશુપાલકોમાં આનંદ પ્રસર્યો છે. હવે પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂપિયા 735 થી 700 અને ગાયનું દૂધ રૂપિયા 329થી 219 પ્રમાણે લેવાશે. જેનો અમલ 6 જૂનથી કરવામાં આવ્યો છે.

બનાસડેરી દ્વારા પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો ભાવ વધારો કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ભાવ વધારોનો અમલ 6 જૂન 2022થી કરવામાં આવ્યો છે. હવે પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂપિયા 735 થી 700 અને ગાયનું દૂધ રૂપિયા 329થી 319 પ્રમાણે લેવાશે. બનાસ ડેરી દ્વારા બે માસમાં રૂપિયા 30 નો વધારો કરવામાં આવતા પશુપાલકોમાં આનંદ પ્રસર્યો છે.

જિલ્લામાં લાખો પશુપાલકો પશુપાલન કરી દૈનિક 90 લાખનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. દૂધના ભાવમાં વધારાનો ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે.

નવો ભાવ (પ્રતિ એક કિલો ફેટ)

પશુફેટ ટકાએસ.એન.એફ.ટકાનવો ભાવ
ભેંસ6.0 ઉપર9.0 ઉપર735
5.1 થી 5.99.0 ઉપર700
ગાય3.5 ઉપર8.5 ઉપર329.09
3.0 થી 3.48.5 ઉપર319.09

​​​​​​

અન્ય સમાચારો પણ છે...