ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના વધુ એક રાજ્ય આંધ્ર પ્રદેશમાં શ્વેતક્રાંતિના શ્રીગણેશ કર્યા છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની નજીક અચ્ચુતાપુરમ્ ખાતે પેકેજીંગ પ્લાન્ટની શરૂઆત કરીને અમુલ-બનાસના દૂધ ઉત્પાદનોના વેચાણનો વ્યાપ વધે તે માટેના આજથી શ્રીગણેશ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસની જેમ દેશના અન્ય રાજ્યના ખેડૂતો પણ આત્મનિર્ભર બને અને પશુપાલનના વ્યવસાય થકી આર્થિક સક્ષમ બને તે માટે એશિયાની સૌથી મોટી અને શ્રેષ્ઠ ડેરી બનાસ ડેરી ભગીરથ કાર્ય કરી રહી છે. આંધ્ર પ્રદેશ સરકાર અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સાથ સહકારથી બનાસ ડેરીએ ટૂંકાગાળામાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની નજીક અચ્ચુતાપુરમ્ ખાતે પેકેજીંગ પ્લાન્ટની શરૂઆત કરીને અમુલ બનાસના દૂધ ઉત્પાદનોના વેચાણનો વ્યાપ વધે તે માટેના આજથી શ્રીગણેશ કર્યા છે.
અનાકાપલ્લી જિલ્લા કલેકટરના વરદ હસ્તે અને બનાસ ડેરીના જનરલ મેનેજર પ્રફુલ્લ ભાનવડિયા અને પ્રોડક્શન મેનેજર ઉમેશ પરીખની ઉપસ્થિતિમાં મિલ્ક ચિલીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ્, કાકુલમ્, વિજયાનગરમ્, કાકીનાડા, કોનાસીમા, અનકાપલ્લી એમ 6 જિલ્લામાં અમુલ બનાસના ઉત્પાદનોનો સ્વાદ પહોંચશે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશમાં થઈ રહેલા ડેરી ઉદ્યોગના વિકાસને વધુ વેગ આપવા માટે આગામી સમયમાં બનાસ ડેરી દ્વારા 5 ચીલિંગ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બનાસડેરીના પશુપાલકોને વધુમાં વધુ લાભ કઈ રીતે થઈ શકે તે માટે બનાસ ડેરીની સમગ્ર ટીમ ચેરમેન શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં દિવસ-રાત એક જ લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.