બનાસકાંઠા જિલ્લાની સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જેના બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાએ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેથી બનાસ બેન્કના ચેરમેનપદ માટેની ચૂંટણી આજે મંગળવારે બપોરે 12 વાગે યોજાઇ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવસીભાઈ ચૌધરીને મેન્ડેટ અપાયો હતો અને બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા.
સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંકના હુલામણા નામથી ઓળખાય છે. બનાસ બેંકના ચેરમેન અણદા ભાઈ પટેલે ગત તા. 1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જેના બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો.
દરમિયાન, બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી આજે બપોરે 12 વાગે પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવસીભાઈ ચૌધરીને મેન્ડેટ અપાયો હતો અને બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે બનાસ બેન્કના ચેરમેન પદ માટે શૈલેષભાઈ પટેલ, ડાહ્યાભાઈ પીલીયાત્ર, સવસીભાઇ ચૌધરી સહિતના અનેક ડાયરેક્ટરો મેદાનમાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.